ગુજરાતનાં ત્રણ દિવસનાં પ્રવાસે આવશે રાહુલ ગાંધી


ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરુ કરવામાં આવી છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસની મુલાકાત બાદ કોંગ્રેસનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ત્રણ દિવસ રાજ્યની મુલાકાતે આવી રહ્યા છે.
તારીખ 9મી ઓક્ટોબરે રાહુલ ગાંધી ગુજરાતનાં ત્રણ દિવસનાં પ્રવાસે આવશે,રાહુલ ગાંધી અમદાવાદ થી પોતાના પ્રવાસની શરૂઆત કરશે, અને બોરસદ, બોડેલી, અને ફાગવેલ ખાતે જાહેર સભાને સંબોધન કરશે. અને વડોદરામાં પ્રથમ દિવસનો પ્રવાસ પૂર્ણ કરીને રાત્રી રોકાણ કરશે.