કેન્દ્રીય ઈલેક્શન કમિશનની ટીમ ચૂંટણીલક્ષી સમીક્ષા અર્થે રાજ્યની મુલાકાતે આવશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ આગામી તા. 9મી અને 10મી ઓકટોબરનાં રોજ રાજ્યની મુલાકાતે આવશે. અને મુખ્ય ચૂંટણી અધિકારી તેમજ વિવિધ રાજકીય પક્ષોનાં પ્રતિનિધિઓ તેમજ ગુજરાત પોલીસ વડા સાથે બેઠક યોજીને ચૂંટણીલક્ષી સમીક્ષા કરશે
કેન્દ્રીય ચૂંટણી પંચના મુખ્ય કમિશનર એ. કે. જોતિ તેમની સમગ્ર ટીમની સાથે બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવશે. તેમના દિલ્હી પરત ગયા બાદ ગણતરીનાં દિવસોમાં ગુજરાતમાં ચૂંટણી માટેની તારીખોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.